#THANKYOUTEACHER
હરેક વર્ષે ૫ સપ્ટેમ્બર ને દિવસે જૂની યાદો તાજી થઇ જાય. કેવી રીતે એક દિવસ માટે શિક્ષક બનતા. એક દિવસ માટે જાણે અમારી પાસે અખૂટ સતા આવી ગઈ હોય એવો ભાસ થતો પણ ક્લાસ લેવાનો શરુ કરીએ એના પાંચ મિનીટ માં ખબર પડી જતી કે શિક્ષક બનવું કેટલું અઘરું છે.
અમને શિક્ષકો નો ડર પણ હતો અને એમના પર માન પણ હતું અને એ બંને વસ્તુ જરૂરી છે. અત્યારે જયારે અમે અમારા જુના શિક્ષકો ને મળીયે છીએ ત્યારે બે ઘડી જીભ ઉપડતી નથી પણ બસ માથું જ નમી જાય છે.જેમણે અમને એક Homo sapiens માંથી નાગરિક બનાવ્યા એવા શિક્ષકો ને thank you sir.