મળે ના મળે
ખોલું બંધ મકાન, અને આપણાં ન મળે
જીવનમાં બધી દુઆઓ ફળે કે ના ફળે!
સંબંધ ખુદ મેં જ સ્થાપી દીધો ઈશ જોડે
બને, કે ખરે વખતે એ જ આનાકાની કરે!
અમથું યે સ્મિત તો મઢી લીધું ચહેરા પરે
મુક્ત હાસ્યની સ્થિતિ ફરી મળે ના મળે!
આજકાલ લઈ લીધાં અબોલા એમણે
ક્યાંક મળે નજરને કદાચ તંત એ જ કરે!
એક ઉપકાર કરી દીધો સંબંધ વિચ્છેદ વડે
મન મળ્યાનો ભાવ દિલમાં જાગે ના જાગે!
વિધાતાનો ઉપકાર માની, મન ઋણ ગ્રહે
માંડી કુંડળી એવી કે શત્રુને સ્થાન ના મળે!
બેઅદબ બધી આશાઓ થઈ એક સાથે
જીવન છે,શ્વાસ કદાચ સાથ આપે ન આપે!
©અર્ચિતા દીપક પંડ્યા