તારા વિરહ ની વ્યથા હુ ક્યાં સહુ છું?... હુ તો ક્યાંક ને ક્યાંક તારા મા જ રહું છું.... તારા અને મારા મા ભેદ ઘણો ..એવૂ જગ કહે છે...તુ અને હુ એક છે એવૂ હુ પણ ક્યાં કહું છું...?તુ છે સાગર..તો હુ પણ સરિતા બની વહુ છું.. ફરતી રખડતી હુ ક્યાંક તારા માંજ જઇ ને મળું છું..તુ આભ...ને હુ રળિયામણી ભૂમિ...લોકો કહે છે દુર ક્યાંક શ્રીતિજ મા હુ તને જ જડુ છું......હુ કલમ છું..ને તુ કોરો કાગળ....... તારા પર હુ કવી ની સુંદર રચના લખું છું...તુ સુરજ ની પ્રકાશિત કિરણ...ને હુ વરસાદ નું નાનકડું ટીપું...તારા થી અથડાઈ ને હુ સુંદર મેઘધનુષ બનું છું... લોકો કાંઇ પણ કેહ... લોકો નું કામ જ છે કૈહવૂ....પણ હકીકત તો એમ છે કે તારા મા ભેરવાય ને જ હુ....હુ બનું છું.....