Gujarati Quote in Whatsapp-Status by Ashq Reshammiya

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

        એ કોણ છે!!

નવી જાતના રોગે એને હમણાનો ભરડામાં લીધો છે. 
એની આંખે અંધાપો બેઠો છે, છતી આંખે! 
નયનોમાં જાણે ગાંધારી ઊતરી છે.
 કાન તો સાવ બહેર મારી ગયા છે. 
કશું સાંભળી શકવા સમર્થ જ નથી. 
 ધ્રુબાંગ કરતો ઢોલ વાગે તોય એને તો લાગે જાણે ટાંકણી જ પડી છે! 
કાને બહેરાશ ઊતરી છે કે મગજ બહેર મારી ગયું છે એની એને ખુદને જ  ગતાગમ પડતી નથી! 
સત્ય જોઈ જોઈ શકે છે, અનુસરી શકતો નથી! 
સત્યનો સાથ ચાહવા છતાં પણ આપી શકતો નથી, હીજરાય છે. 
ઘણીવાર એને લાગે છે જાણે ઘેટાના ટોળાનું એ ટાઢું ટબુકલું છે! 
ને ક્યારેક લાગે છે જાણે એ શૅર છે- પાંજરામાં પુરાયેલો! 
લુખ્ખી ગુલામીમાં એ  ગરકાવ થઈ રહ્યો છે- સઘળું જાણવા છતાં- મૂંગા મોઢે. 
ખબર નથી પણ તાળીઓ પાડવાની તો એને જબરી મજા આવે છે! 
રોજ મુજરાના સપનાઓમાં જ રાચતો રહે છે. 
ક્યારેક એકાંતમાં એ રડી પડે છે. 
જે ઘટનાને જાહેરમાં સમર્થન આપતો હોય છે એ જ ઘટના ઘરના ખૂણામાં એને રડાવી જાય છે! 
ગમતું નથી એને ગમાડવું પડે છે. 
કહો ને કે ઝાપટ મારીને ગાલ લાલ કરવાની જબરી ફાવટ આવી ગઈ છે.
 બળાત્કારીઓ તરફ અણગમો છે. 
જાહેરમાં આવા જલ્લાદો પર થૂંકે છે, ને કોઈ યુવતીને ટૂંકા વસ્ત્રોમાં જોતાં જ ટપકતી લાળે આહ નીકાળતા  એ શરમાતો નથી.   
   ઘણીવાર એને એમ લાગે છે કે એજ સર્વસ્વ છે ને છતાં પણ એ જાણતો નથી કે એનો અયોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે.
 સત્યનો સાથ આપી શકતો નથી ને અસત્યને સ્વિકારી સકતો નથી, માંય ને માંય રિબાય છે!
 હુલ્લડો, ટોળું જોઈ આવેગમાં અટવાય છે, કશું જ કરી શકતો નથી. 
એનું બ્રેઈન, હાર્ટ અને થિંકિંગ પાવર હેક કરી ને હેંગ કરી નાખવામાં આવ્યા છે એનું એને ગૌરવ છે! 
ખૂન, રિશ્વત, બેઈજ્જતી, અરે માણસની એને કંઈ કિંમત નથી. 
એને તો બસ મૂંગામંતર થઈ તમાશો જોવાની જાણે લોટરી કે નોકરી લાગી ગઈ છે! 
માણસાઈ, રાષ્ટ્રપ્રેમ સળગી રહી છે ને એ મહીં તેલ રેડીને મજા માણી રહ્યો છે. 
 પશુને પ્રેમ જતાવવાની પેરવીમાં એ માણસની મહોબ્બતને રગદોળી રહ્યો છે. 
એને ક્રાંતિ કરવી છે, કિન્તું ટોળાનો હિસ્સો બની જાય છે, માત્ર હિસ્સો!

એણે આંખ ઝીણી કરી. 
બધું ધુંધળું કળાતું હતું. 
ક્યાંક કશું લૂંટાતું હતું, ક્યાંક કશુંક સળગી રહ્યું હતું  કશેક કંઈ ગરબડી રંધાઈ રહી હતી, ક્યાંક કશુંક ચુંથાતું હતું ને વળી ક્યાંક ગંધાતું હતું. 
કિન્તું જાણે કોઈએ એને લાચાર કરી લીધો હતો.
એને રદય નહોતું પણ એ જીવી રહ્વો હતો જાણે!

©અશ્ક રેશમિયા

Gujarati Whatsapp-Status by Ashq Reshammiya : 111028963
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now