જાતની સાથે જ સોબત થઇ ગઇ,
એકલા રહેવાની આદત થઇ ગઇ…

એક આંસુ કો’કનું લૂછી દીધું,
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ…

આયના સામે કશા કારણ વગર,
આજ બસ મારે અદાવત થઇ ગઇ…

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે,
કેવડી મોટી સખાવત થઇ ગઇ…

એમણે પીડા વિશે પૂછ્યા પછી,
કેટલી પીડામાં રાહત થઈ ગઈ…

Gujarati Whatsapp-Status by shadow : 111028951
shadow 8 year ago

tnx bhai ..nyc line chhe .me pan koini copy kareli chhe..hehe

Bhadresh makwana 8 year ago

વાહ ભાઈ શુ વાત કહી છે આયના સામે અદાવત થઈ ગઈ.... ખૂબ ખૂબ અભિનંદન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now