તણાઈ ગયો...!!!
હું જ્યારે તારી રંગીન આંખોની મસ્તીમાં તરતો હતો ,
ત્યારે તારી આંખનાં અશ્રુરૂપી વમળમાં ફસાઈ ગયો.
હું તારા પ્રેમનાં પ્રવાહમાં તણાઈ ગયો...
હું તારા રસઝરતા ગુલાબી હોઠનાં રસમાં લીન હતો ,
ત્યારે તેનાં જીભ સાથેનાં મિલનથી થોડો અકળાઈ ગયો.
હું તારા પ્રેમનાં પ્રવાહમાં તણાઈ ગયો...
હું તારા પગની પાયલનાં મોહક સાદમાં વિહરતો હતો ,
ત્યારે તારા દેહની મોહજાળમાં ક્યાંક ખોવાઈ ગયો.
હું તારા પ્રેમનાં પ્રવાહમાં તણાઈ ગયો...
હું તારી કમર પરનાં સુશોભિત કંદોરાને નિહાળતો હતો ,
ત્યારે તારા બદનનાં માખણીયા પ્રદેશમાં લપસાઈ ગયો.
હું તારા પ્રેમનાં પ્રવાહમાં તણાઈ ગયો...
- બાદલ સોલંકી ( બાવલો છોરો )
MO :- 9106850269