કદી મારા તરફ પણ ચાલવાનો આરંભ કર..ઘર સમજી તારું મને...થોડો સમય રોકાઈ મારા મા તુ આરામ કર..સમય નથી હુ કે વીતી જઇશ... શ્વાસ બની હુ કદાચ તારા મા જ રહી જઈશ....નદી નથી કે વહી જઇશ...તારા મા જ ડૂબી ને હુ તારા માંજ તરી જઇશ...પુસ્તક મા તારી હુ....મૂંર્ઝાયેલું ગુલાબ બનીને પણ રહી જઈશ...ને હવા બની તારી આસપાસ ની...... શ્વાસ મા તારા ભળી જઈશ...ચલ અપ્રામાણિક સમજી મને કદી મારી પરીક્ષા તો કર...જિદ્દી સમજી મને થોડી...ગુસ્સા મા થોડો દુર્વ્યવહાર તો કર....તારો પ્રેમ અને તારી નફરત...બધુ જ હૃદય થી સ્વીકાર્ય...સહપંથિ સમજી મને થોડુક સાથે ચાલવાનો પ્રયત્ન તો કર...અથવા સમજી આભ નો તૂટેલો તારો મને...આંખ બંધ કરી કોઈ મનોકામના તો કર....