કમલનયની....
આવ્યા નગરમાં ત્યાં વાત એક સાંભળવા મળી,
કાનોકાન ફેલાયેલી ઘટના એ જાણવા મળી.
કેટકેટલાંય ઘાયલ થયા હતા ચાહતમાં જેની,
એમના પાછા આવવાની ખબર છે મળી.
બનશે કોઈ આશિક, કોઈ દીવાના, કોઈ મસ્તાના,
થશે દીદાર એમની નજાકતનો જો આંખોને ફરી.
જાણ્યુ છે, લચકતી કમરથી કામણ વેરે છે એ,
પાયલનાં ઝણકારથી સૌને ઘાયલ કરે છે એ.
એવી શું સુંદરતા ! શું મોહકતા હશે એ મુરતમાં !
રતન, માણેક, મોતી બધું મિથ્યા છે જેની આગળ.
શું કરું વર્ણન હજી વિસ્તારથી એ કમલનયનીનું,
મોહી લીધું વણદેખ્યે આ મન ક્ષણ એકમાં,
એવી એ હદયરમણીનું.
મિલન લાડ. વલસાડ.