Gujarati Quote in Shayri by Tanvi Tandel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Mera Krishna

નટખટ મસ્તીખોર ક્રિષ્ન કનૈયો
સપનામાં આવી ફરી અદ્રશ્ય થાતો
 મને શોધી દો મારો શ્યામ રે....
મોરપિચ્છ મુગુટધારી, વાંસલડી વગાડતો
અલબેલો, મસ્તાનો જશોદાનો કાનો
આંગણિયે ગહેક્તા મોરલિયા સંગે
નિત્ય નિરંતર  ગુંજતો મારા અંતરિયે
 મને શોધી દો મારો શ્યામ રે....
સરનામુ જડતું નથી,મુકામ એના અસંખ્ય
લાખ કર્યા કાલાવાલા,ને બહાના એના અઢળક
મનની વાત જો તું સાંભળે મારા શ્યામ
આવી જા સમીપ ને તૃપ્તિ તું બુઝાવ.
દ્રશ્ય - અદ્રશ્ય તરંગલીલા લે તું સંકેલી
મારા વ્હાલસોયા, મનના માણીગર
શ્વાસ કરે વિનવણી હરઘડી....
સ્નેહ સાંકળે બાંધેલ હિંડોળે બેસી
ઉરમાં મિલનના પ્રચંડ  પૂર ના ઉભરાવ.
ક્યાં રે સંતાયો મારો કામણગારો
નયનોમાં બિરાજમાન બસ આભાસ તારો
કોઈ..... મને શોધી દો મારો શ્યામ રે.....
       - તન્વી કે ટંડેલ.

Gujarati Shayri by Tanvi Tandel : 111028482
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now