Gujarati Quote in Whatsapp-Status by Kajol

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#merekrishna
મારા કાન્હા એટલે એક કૃષ્ણ-કાળો મેઘઅષાઢી રંગ, એની અડધી મીંચાયેલી આંખો ને એ રંગ, જે એમના મસ્તક પર રહેલ મોરપીંછ સાથે ભળી જતો હોય ને એ મોરપીંછ મસ્ત પવનથી લહેરાતું હોય. મારે મન કૃષ્ણ એટલે એ લહેરાતો પવન જે મારા ગાલે સ્પર્શ થતાં મને કૃષ્ણે સ્પર્શ્યાનો અહેસાસ થાય.
      મારા મન કૃષ્ણ સદાય હસતો ચહેરો નથી. કોણ હસી શકે જ્યારે આજદિન સુધી પોતાના માતાપિતા માનેલા નંદબાબા-યશોદા એમના જન્મદાતા-દાત્રી છે જ નઇ.! શું કૃષ્ણને સંવેદના નહોતી તે એ હસે.? ને કૃષ્ણ તો મન ભરીને જીવ્યા છે. મન ભરીને રડનાર જ મન ભરીને હસી શકે.
    કૃષ્ણ એટલે મારી હથેળીમાં લખેલું એ નામ જેને સ્પર્શીને હું કોઇપણ મુસીબતમાં એમના સાથે હોવાનો અહેસાસ કરી શકું.

Gujarati Whatsapp-Status by Kajol : 111028466
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now