મન નો મેળો કેટ કેટલી યાદો રાખે
વચ્ચે વચ્ચે થોડી થોડી વાતો રાખે
દુઃખ ના દરિયામા ઘણોય વિહવળ થાતો
સુખના મોજાઓ સાથે પણ નાતો રાખે
યાદોના ફુગ્ગાઓ જાણે વેચવા ચાલ્યો
એટલે એનો રંગ એ થોડો રાતો રાખે
ઈશ્વરના નામે છે મનને અમાપ શ્રદ્ધા
ઠોકર સૌની એટલે જાણે ખાતો રાખે
રાકેશ ગઢવી