તું જ કે'ને....
છૂટું થવાનું શોક મનાવું કે હરખ....
તું જ કે'ને....
તારી સાથે હતી તોયે આંસુ સારતી....
દૂર છું તોય તારી યાદમાં આંસુ સારતી....
તું જ કે'ને....
જિંદગી થોડું હસાવે તો હસી લઉં કે...
રડતી રહું....
તું મારો દોસ્ત ન બની શક્યો....
જિંદગી નવા દોસ્તો આપે છે તો....
તું જ કે'ને....
હું અપનાવું કે નહીં....
તારી હુકમો ની ગુલામી હવે નથી રહી...
તો શું હું જિંદગીમાં મુક્ત બની વિહરી શકું ને....
તું સાથે હતો તું એક ડર હતો કે....
તું એકલી છોડી ચાલ્યો નહીં જાયને....
હવે એકલી છું તો હું નીડર બની જીવી શકું ને...
તું જ કે'ને....
Sonu....