Gujarati Quote in Shayri by Devanshu Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે ચલિત દૂરભાષક ….

હે ચલિત દૂરભાષક, સાચે
હદ હવે તો થાય છે
માનવતા ની મશ્કરી
પણ માણસ દ્વારા થાય છે....
તકનીકી ની કમાલ કેવી
માનવ મંગળ જાય છે....
પણ હવે મંગલ તહેવારો
તો તારા વડે ઉજવાય છે....
જૂઠી લાગણી, જૂઠા ભાવો
જૂઠ ની લ્હાણી થાય છે....
હરખપદુડો માણસ ખોટો
જૂઠ થી જો હરખાય છે....
પ્રેમ અને લાગણીઓ હવે તો
તુજ થી વ્યક્ત કરાય છે......
દેશ ભક્તિ ના નાટક પણ હવે
'વ્હોટ્સ એપ' પર ભજવાય છે....
માનવતા તો માઝા મૂકતી
જયારે એવું થાય છે....કે
ફોન વડે આ માણસ દ્વારા
મરણ નો ખરખરો થાય છે....
જુઠા જગ ની જૂઠી વાતો
જુઠથી જંગ જીતાય છે.....
જુઠા જશ, જુઠા જીવતર
હવે માનવતા લજવાય છે.....
હવે માનવતા લજવાય છે....

©દેવાંશુ પટેલ
શિકાગો

Gujarati Shayri by Devanshu Patel : 111028344
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now