#MERAKRISHNA
મારા કૃષ્ણ
જગતનો આધાર કૃષ્ણ,
જીવનનો પ્રાણ કૃૃષ્ણ.
અણું-અણુંમાં વ્યાપ્ત કૃષ્ણ,
વર્ણમાં ઓમકાર કૃષ્ણ.
સંગીતની સાધના કૃષ્ણ,
પ્રેમની પૂર્ણતા કૃષ્ણ.
મીત્રોમાં સર્વોત્તમ કૃૃષ્ણ,
શ્રેષ્ઠ પથદર્શક કૃષ્ણ.
પાપીઓના વિનાશક કૃષ્ણ,
ભક્તોના ઉધ્ધારક કૃષ્ણ.
કર્મનો મહિમા કૃૃષ્ણ,
ગ્નાનની સરવાણી કૃષ્ણ.
વેદોની વાણી કૃષ્ણ,
યોગની મિમાન્સા કૃષ્ણ.
ભક્તિની પરિભાષા કૃષ્ણ,
ગીતાનો સાર કૃષ્ણ.
માયાને રચનાર કૃૃષ્ણ ,
માયાને હરનાર કૃૃષ્ણ.
મુનિઓમા સ્થિતપ્રજ્ઞ કૃષ્ણ,
પુરુષોમાં પુરુષોત્તમ કૃષ્ણ.
ધર્મના સંસ્થાપક કૃષ્ણ,
અધર્મના સંહારક કૃષ્ણ.
ગ્નાન , કર્મ, ભક્તિનો સમન્વય કૃષ્ણ.
કૃષ્ણ શું નથી ?
કૃષ્ણમાં જ બધુ સમાહીત છે.
કૃષ્ણ ગીતા અને પોતાનાંં જીવન ચરિત્ર દ્વારા સમગ્ર વિશ્વને જીવન જીવવાાની સાચી રિત બતાાવે છેે. તે ખરા અર્થમાં એક યુગપુુરુષ છે.
----- ------- ------ ------- ------ ------