(મારાં લઘુ કાવ્યો)
ફટકિયાં મોતી...!
(1)
હે ચલિત દુરભાષ યંત્ર !
તેં એવો શુ ફૂંકયો મંત્ર ?
કે પાગલ દુનિયા તારી
ખોરવાયું જીવન તંત્ર....!
(2)
હે ચલિત દુરભાષ !
ગયો ઉલ્લાસ
જીવનમૂલ્યો નો
જાણે થઇ રહ્યો છે હ્રાસ....!
(3)
હે ચલિત દુરભાષ !
હવે સંબંધો ની લાશ પર
પોક મૂકે વિશ્વાસ !
©️ દેવાંશુ પટેલ
શિકાગો
8/29/18