'આ તે કેવી લાગણી?!?'
અસ્તવ્યસ્ત જીવનની જોઈલો, જામી ગજબની હાટડી,
ના સમજાય છે પ્રેમ, આકર્ષણ કે, પછી છે સમયની માંગણી,
આ તે કેવી લાગણી?!?
સંબંધે ખૂંચાય બની સર્પદંશ, સારા-નરસાની ટાંકણી,
જીવે ભર્યું આ ઝેર ગજબનું, જાણે નખ-શિખે વિષેલી નાગણી,
આ તે કેવી લાગણી?!?
લોચનો કરે લબકરા નીરખી, સૂકીભઠ્ઠ ધરતીના ભણકારા,
કોરાધાકોર એ નયન ઈચ્છે , અમીવર્ષા સમ પ્રેમ છાંટણી,
આ તે કેવી લાગણી?!?
ચિત-પરિચિત સ્મિત ફરકાવતા અધરો, ટપકાવે ગોષ્ઠીની ચાસણી,
ધનુષી ફિકા હોઠ કરતા જાણે, ભીના ચુંબનની માંગણી,
આ તે કેવી લાગણી?!?
રાત્રી ઈચ્છે એક હુંફાળું આલિંગન, જેમ બાળક ને દોરતી એક આંગળી,
વ્હાલ નીતરતા હાથ ફરે માથે, પછી ન રહે સુરક્ષાની માંગણી,
આ તે કેવી લાગણી?!