Gujarati Quote in Story by Nirav Patel SHYAM

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MERAKRISHNA

આજ સુધી મેં કૃષ્ણને અસલરૂપમાં જોયા નથી, પણ મને જ્યારથી સમજણ આવી કૃષ્ણનું નામ સાંભળતો આવ્યો છું. બાળપણમાં હું અને મારા જેવા કેટલાયના તોફાનોને કૃષ્ણની બાળલીલા સાથે જોડી દેવામાં આવતા. ઉંમરની સાથે સમજણ વધી, ત્યારે સમજાયું પ્રેમનું બીજું નામ એટલે રાધાકૃષ્ણ. દ્રૌપદીના ચીર પુરવાના પ્રસંગે સ્ત્રીની રક્ષા કરવાની સમજ આપી. સુદામાનો પ્રસંગ સાંભળી એક સાચો મિત્ર કેવો હોય એ કૃષ્ણએ શીખવ્યું. પાર્થને રણના મેદાનમાં કહેલી 'ગીતા' ઉપર હાથ મૂકી આજે સત્ય પારખવામાં આવે છે, એ જોઈ ઈશ્વર પ્રત્યે આસ્થા વધી. ઘણાં ઉદાહરણોમાં કૃષ્ણનું નામ લેવાય છે. એક સાચા પ્રેમી, મિત્ર, ઉપદેશક, રક્ષક અને એવા કેટલાય સ્વરૂપોમાં કૃષ્ણ મારા માટે  આદર્શ છે.


@નીરવ પટેલ 'શ્યામ'

Gujarati Story by Nirav Patel SHYAM : 111028083
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now