જિંદગી એક સફર હૈ સુહાના યહાઁ કલ ક્યાં હો કિસને જાના? ખરેખર જીવન એક સફર જ છે... ક્યારેક ઇંગલિશ વાળુ તો ક્યારેક હિન્દી વાળુ....મંઝિલ સુધી પહોંચતા પહોંચતા કેટ કેટલા માણસો મળે? કેટલાય મળેલા છૂટી જાય... તો કેટલાય નવા મળતા જાય.... અને આ સફર વધુ ને વધુ રંગીન તો ક્યારેક બ્લેક n વ્હાઇટ બનતો જાય...અમુક એવા મોડ આવે જિંદગી ને કે એમ થાય કે જાણે બધું મૂકી ને બસ અહીં જ રોકાઈ જઈએ... આગળ ધપવાની ઈચ્છા ના થાય... આગળ સ્વપ્ન જોવાની ઈચ્છા ના થાય... એમ થાય કે આ પડાવ ને જ મંઝિલ બનાવી લઈએ... આ ખરેખર તો બધા સ્પીડ બ્રેકર જ હોય... આપણે તો બસ નિરંતર ચાલતા જ રેવાનું હોય... થાકી એ તો પથિક ની જેમ આરામ કરી અંતે આગળ વધતા જ જવું... આગળ ધપતા જ જવું.... જે મળે એ લઈ ને આગળ વધો... જે છૂટે એને ભૂલી ને આગળ વધો... ક્યારેક નવા લોકો સાથે આગળ વધો... ક્યારેક જે જતા હોય એને જતા કરી ને આગળ વધો... કાલ ને ભૂલી આવતી કાલ ની ચિંતા કર્યા વગર આગળ વધો...બસ અંતે આજ આગળ વધતા જ રહો.....તમારી મંઝિલ તમારી રાહ જુએ છે...