'એ હતું બાળપણ' ,
જયાં ન હતાં રમકડાં તો પણ રમવાની મજા આવતી ,
જયાં ન હતી નોટબુક તો પણ ભણવાની મજા આવતી ,
માટીનાં રમકડાંમાં દુનિયા જોઇ લેતાં ,
પાટીમાં ભણવાની મજા માણી લેતા ,
શેરીઓમાં ભાઈબંધ સાથે મોજ માણી લેતા ,
સ્વાદએ ઘડીનો રોજ જાણી લેતા ,
વડવાઈનાં હીંચકાએ હલેસાઓ લેતા ,
ખુલ્લા પગે આખી દુનિયા રખડી લેતાં ,
ઝાલરએ મંદિરની રોજ સાંભળી લેતા ,
પ્રસાદએ મંદિરનો રોજ ચાખી લેતા ,
જવાબદારીની સમજણ એ કેવી ,
બાળપણ જેવી મજા બીજે ક્યાંય કેવી ?