સુખ શું છે ? અહીં એ સમજાતું નથી માનવી ને....
પણ,દુઃખ ખુબજ જલ્દી સમજાય જાય છે....
બીજા ને દુઃખી જોઈને સુખી થાય છે ,અહીં માનવી...
પછી પોતાનું સુખ શું છે એ કયાં થી સમજી શકે આ માનવી..
પોતાને મળેલા સુખ ને માણવા કરતાં...
બીજા ને સુખી જોઈ સૌથી વધુ દુઃખી થાય છે અહીં માનવી....
એટલે જ તો પોતાને સદાય દુઃખી સમજે છે અહીં માનવી...
જે માનવી પોતાનું સુખ અને દુઃખ ભુલી....
બીજા ને સુખી કરે છે....
બસ,એ જ સદાય સુખી રહે છે અહીં માનવી....
બસ,એ જ સદાય સુખી રહે છે અહીં માનવી....