Gujarati Quote in Shayri by Milan

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

                                    ' મારી પ્રેરણા '

શબ્દો મારા આજે કવિતા બને તો એની પ્રેરણા તું છે,

શબ્દોવાંચતા જ આંખલડી છલકાય તો એ દર્દ તું છે.


પ્રેમ ની પરિભાષા સમજવી અઘરી છે સૌ કોઈ માટે,


સરળ ભાષા માં સમજાવું સૌ ને, તો એ ઉદાહરણ તું છે.



તારા ગયા પછી સમય આપ્યો હોય તો આ કલમ ને,


બીજો પ્રેમ કહી શકાય મારો, પણ પહેલો તો તું જ છે.


શું છુપાવું તારાથી હવે, કેટલો પ્રેમ છે શબ્દો થી મને,


બસ, લખીને ચૂમી લઉં છું કાગળ ને,


આખરે, દરેક શબ્દો માં પણ તો તું જ છે.

મિલન લાડ. વલસાડ.

Gujarati Shayri by Milan : 111027532
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now