પ્રાણ
આપે છે એક લય અને સંવાદ ખુદ જે મને
અનુભવાય છે સદાય સાથ ઈશ્વર જ મને
વસે જો પ્રાણ, તો જ નાડી ને ખોળિયું ઝગે
મહાપ્રાણ! છે તમારો જ અંશ ,જે તનમાં વસે
હર જીવમાં વસ્યો શિવ અને કણમાં ઉર્જા મળે
બ્રહ્મ પોતે જ અનેક રૂપ લઈ આ જગમાં રહે
તત્ત્વ એક,ખાલી દીસે જૂદા,'એક' જે નામ જૂદા ગ્રહે
એક અંડ અનેક રૂપ લઈ જગમાં વિચર્યા કરે
ૐ કાર નાદબ્રહ્મ ઉર્જા સકળ સૃષ્ટિએ પ્રગટે
પ્રાણ સ્થાપ્યા જ્યાં હર રૂદિયે ઈશ હાજર દીસે
તન એક ને એક દિવસ જો રાખમાં મળી જશે
નવું ખોળિયું ને એ જ પ્રાણની શિક્ષા ગ્રહી જશે
પ્રાણ છે પરમેશ્વર જગમાં એના વિના શૂન્ય બને
ન દીસે જગમાં ક્યાં યે તો ય એની હાજરી મળે
©અર્ચિતા દીપક પંડ્યા