કોઈએ અમસ્તું પૂછી લીધું મને કે...
'કોણ છે એ ?'
હતું મારું મુખ મૌન પણ હૃદયની હર ધડકન
માં શોર હતો...
' એ 'એ' છે કે જેના માટે હું કંઈ નથી પણ
મારા માટે એ બધુજ...'
'એ 'એ' છે કે મને હજારો માને છે પરંતુ હું માત્રને માત્ર 'એને જ ' માનું છું...'
' એ 'એ' છે કે જેનો સમય સાચવવા મેં કદી મારું સમયપત્રક જોયું નથી...'
હવે કરીલો તમેજ કલ્પના કે...
મારા માટે 'એ' શું હશે...???
'એ'... કેવી હશે...!!!
અને કેવું હશે એનું વ્યક્તિત્વ...!!!
- અલ્કેશ ચાવડા 'અનુરાગ'