ભારત મારો દેશ છે અને મને ભારતીય હોવાનો ગર્વ છે.
હું મારા દેશને સાચા દિલથી પ્રેમ કરું છું.
હું દેશની સ્વચ્છતા અને સુંદરતા બની રહે તે માટે સદાય અને સતત પ્રયત્નશીલ રહીશ.
હું મારા દેશના રોડ, રસ્તા અને જાહેર સ્થળોને સ્વચ્છ અને સુંદર રાખવા કટીબધ્ધ છું.
હું મારા દેશની સુંદરતા જળવાઇ રહે તે માટે તન, મન અને ધનથી બને તેટલો સહયોગ કરીશ.
હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું સપનું સ્વચ્છ ભારતને સાકાર કરવા સફાઇ અભિયાનમાં બનતો સહયોગ કરીશ.
હું ભારત સરકારના 'સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત' ના સુત્રને વધુને વધુ લોકો સુધી પહોંચાડીશ અને તેનો અર્થ સમજાવીશ.
હું રુપેન પટેલ પ્રતિજ્ઞા લઉ છું કે મારા દેશના જાહેર સ્થળો પર કયારેય ગંદકી કરીશ નહીં અને ગંદકી કરનાર અન્ય નાગરીકોને પણ ગંદકી ન કરવા સમજાવીશ.