સમય માંગી લેતી હોય છે જીંદગી દરેક વાત માટે કયારેક જરૂર હોય છે થોડીક હિંમતની અને કયારેક થોડી ધીરજની. કયારેક સમયને પણ એનું કામ કરવા દેવુ પડે છે. દરેક સમય માટે હંમેશા જરૂર નથી હોતી આપણા અર્થઘટનની, સંભાવનાઓની કે આપણા પ્રયત્નોની. કયારેક જીંદગીને વહેવા દેવી પડે છે અને આપણે પણ વહેતા રહેવું પડે છે સમય સાથે નિરંતર અને અનિશ્ચિત. કયારેક જીંદગીની અનિશ્ચિતતાઓ સાથે પણ ચાલવું પડે છે અને ચાલવું જ જોઈએ. દરેક વખતે જીંદગીને સમજવાની જીદ કે પ્રયત્નો ન જ હોવા જોઈએ. એને જીવવી એ પણ જરૂરી નથી પણ ચલાવી તો શકાયને એને કોઈ ફરિયાદો, પ્રશ્નો કે શંકાઓ વગર? જરૂરી નથી દરેક વખતે જીંદગીને સફાઈ આપવી અને એની પાસેથી સફાઈ લેવી. ચાલી રહેલા દિવસો જીવી જાણવા એ જરૂરી નથી પણ એ વિશે ફરિયાદ પણ ન જ હોવી જોઈએ ને?
ખ્યાતિ ઠક્કર
सफरनामा