*એ તો દેવાધી દેવ મહાદેવ*
જટાલા એ તો જોગી,અપાવે મનને શાંતિ
દેવોના તો એ રક્ષણકાર, એ તો દેવાધી દેવ મહાદેવ
કંઠે ધર્યું વિષને,છતાં મનનાં તો એ ભોળાનાથ
વધે છે જ્યારે દુશ્મનો,કરે છે તાંડવ એ નૃત્યકાર
ડમરૂ ના તો અવાજ આવે,આતો શિવજી આવે
વરસાદની તો ખુશી સામે, એ તો દેવાધી દેવ મહાદેવ આવે
ભકતંકે એ તો રક્ષણકારક, ભકતં માટે લડે સબ દુનિયા
કાલ થી તો ભક્તને બચાવ્યો, એ ક્રોધિત મહાકાલ થયા
હતું જ્યારે દુનિયા કેરું અભિમાન
શેષ નાગ ને પોતાને ગળે લિપ્ટાવ્યો
કહું દુનિયાને આતો મહાદેવ ની કહાણી
ભોળાનાથ છતાં એ છે મહાવીનાશી
છે એને ત્રણરે આંખો,છે એ ત્રિનેત્ર ધારી
કેવો છે એનો પ્રેમ પુત્ર પુત્ર માં લડાય થાય
મનાવા માટે પર્વત પર જાયને મલિકર્જુંન થી સ્થિત થાય
વૈરાગી તો મહાદેવ રે,દુઃખના તારણહાર મહાદેવ રે
ના ડર તેમને કોઈનો, એ તો દેવાધી દેવ મહાદેવ રે
કીધું પોતાના એને તો મોઢે રે
કહો દ્વાદશ જ્યોતિર્લિંગ ની કથા,
બોલે એના વહેચાય બોર,અને ચમકે ભાગ્ય સાંભળનારના
નામ જપતાં પાપો બાળે, એ તો દેવાધી દેવ મહાદેવ રે
શ્રાવણ મહિનામાં તો જાપ થાય ૐ નમઃ શિવાય ના
પાપ તો બાળે,પણ બચાવે તમને દુશ્મનો થી
શિવનો ભક્ત ના થાય કદી દુઃખી
કારણ કે શિવ કા દાસ કભી ના ઉદાસ
દેવોના તો આવે છે ખાલી એ દિવસો
માતાજીને આવે છે નવ દિવસ
પણ એક ને જ આવે છે ખાલી આખો મહિનો
એ તો દેવાધી દેવ મહાદેવ
કાળના તો કાલ છે
યોગીના તો એ ગુરુ
દુઃખીના છે તારણહાર
અને શક્તિશાળી એ સમ્રાટ
દુનિયાને વિનાશ કરવાની તાકાત છે
તો ભક્ત માટે કાલ સાથે લડવાનો જુસ્સો
ક્યારેય કોઈ થી આ ડરે નહિ
હંમેશા બેસે એ તો ધ્યાનમાં
રક્ષણ કરવાનું કામ આપ્યું વિષ્ણુ દેવને
ભક્ત પર પડે સમસ્યા કાલભૈરવ ને રાખ્યા ભક્ત રક્ષણ માટે
દેવો ના તો દેવ છે
દુશ્મન ના તો એ મહાવિનાશી
જેથી કહે એ તો દેવાધી દેવ મહાદેવ
આ તો મારો મહાદેવ
મારો જોગી
મારો તારણહાર
મારો સાથીદાર
મારા જીવનનું અમૂલ્ય પતું
આતો મારો મહાદેવ..
લેખક ધવલ રાવલ
TRUST ON GOD