Gujarati Quote in Quotes by Khyati Thakkar

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીંદગી અચાનક હાથ પકડીને સામે બેસાડે આંખોમાં આંખો નાંખીને પુછે! આપણી જાત આપણી પાસે હિસાબ માંગે જીવેલા વર્ષોનો ન નીકળેલા આંસુઓનો મનમાં ધરબાયેલા હાસ્યનો અને ત્યારે જવાબ ન હોય ત્યારે પોતાની જાતનો સામનો કરવો અઘરો થઈ જાય. જીંદગી સામે આંખો કાઢીને ઉભી હોય જે પ્રશ્નો જે સમય અને પોતાની જાતથી ભાગતા ભાગતા જે રઝળપાટ કરીને પગમાં જે ઉઝરડા પડ્યા હોય એ જ પ્રશ્નો જયારે સામે આવીને માથું ઉચકે ત્યારે સાચે જ લાગી આવે એવી ક્ષણ આવે જયારે જીંદગી તમને કહે કે તમે જે જીવ્યા અને જેટલું જીવ્યા જેની સાથે જીવ્યા જેની માટે જીવ્યા એ સંબંધ સમય અને વ્યક્તિ કંઈ પણ તમારું હતું જ નહિ.

સફરનામા

Gujarati Quotes by Khyati Thakkar : 111026269
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now