માનવીને કુદરતે આપેલી અણમોલ ભેટ એટ્લે 'મિત્ર'. જે કોઇપણ તાર વિના અનાયાસ જિંદગીમાં જોડાઇ જાય છે. જયાં કોઈ નાત- જાત, ઉચ્ચ-નીચ, ઉંમર, જાતિ, આવડત, પૈસો વિગેરે જેવી અનેક બાબતો તુચ્છ અને કારણો શૂન્ય થઈ જાય છે. જયાં આત્માથી આત્માની પસંદગી હોય છે. એક શરીર અને મનનો ભાવ બીજાને કુદરતી પારખી લે છે અને જિંદગીભર માટે બિનશરતી એકબીજાના થઈ જાય છે. પોતાના અને લોહીથી જોડાયેલાં સંબધો કરતા પણ વિશ્વાસુ, વ્હાલા અને મુકત. જેની હાજરી માત્રથી ગમે એટલું મોટું દુઃખ ભૂલી જવાય છે. જયાં મુકત રીતે વર્તન કરવાની સો ટકાની આઝાદી હોય છે.
હજી આપણી માનસિકતા વિજાતીય મિત્રતા સ્વીકારવામાં સહજ સ્વીકાર્ય નથી થઈ. એ આપણાં સમાજની વામનતા અને સ્ત્રી-પુરુષની ભેદભાવની ઉંડી ખાઈ બતાવે છે. વર્ષોથી ઘર કરી ગયેલી માન્યતાઓ અને વિચારોમાં કોઈ બદલાવ સમય સાથે આવ્યો નથી. સ્ત્રી અને પુરુષ ઘર અને સમાજની તાકાત છે. બન્નેને પોતપોતાની કુદરતી લાક્ષણિકતાઓ કુદરતે આપેલી છે, જ્યારે એ બન્ને એકસાથે સહજ મળે ત્યારે હંમેશા પ્રગતિના દ્રાર ખુલતાં હોય છે. આ ભેદની ખાઈને કારણે જ કદાચ આપને પશ્ચિમી દેશો જેટલો વિકાસ સાધી શક્યા નથી.
મિત્ર દિવસની શુભકામનાઓ. મિત્રૉનો ક્યારેય સ્વાર્થ માટે ઉપયોગ કરવો નહીં. યાર જીવનમાં એક સંબંધ તો એવો રાખો જયાં સ્વાર્થને કોઈ અવકાશ ન હોય. બસ પ્રેમ અને લાગણીઓની અવિરત ધારા વહેતી હોય. સ્વાર્થી વ્યક્તિઓ ક્યારેય મિત્રતાનો સાચો આનન્દ લઇ શકતા નથી કે પામી શક્તા. મિત્ર માનસિક , વૈચારિક અને નિઃસ્વાર્થ પ્રેમ પામવા માટે રાખો.
શબ્દ અને વિચાર....
નીતૂનીતા