જીવનમિત્ર
એક વદ્ધ પોતાના ગામના જુના મકાનના રસોડામાં ચુલા પર શાક બનાવતા હસ્યાં. “કેમ હસ્યાં?” રોટલા બનાવતી વૃદ્ધ પત્નિએ પુછયું. “આપણે નાનપણના મિત્રો.સાથે રમ્યાં,એકબીજાને ગમ્યાં,પરણ્યાં,સબંધ બંધાયો.દિકરો થયો, વિદેશ વસ્યોં.દિકરી આવી,સાસરે ગઇ.દુખ,બીમારીઓ,ઝઘડાઓ જોયા.બે મોટા શહેરો, સુખ સમૃદ્ધી જોઇ.આજે એમાંથી કશું નથી.” વૃદ્ધે કહયું.
“તો શું? અને આ શાકમાં ચટણી નાંખતા નહીં” વૃદ્ધાએ કહયું. “તું સીતેરની અને હું બોતેરનો થયો.બધુ જ આવીને છુટી ગયું.બસ હાથમાં રહી તો આપણા વચ્ચેની આ અખુટ, અદ્રશ્ય મિત્રતા” વૃદ્ધ શાકમાં બે ચપટી ચટણી નાંખતા બોલ્યાં.પત્નિએ હળવેથી વેલણ ઉગામ્યું.બંને ખડખડાટ હસી પડયાં.
--- ભરત મારૂ