કાંકરિયા ની પાળે લવ લવ કરતી યુવાની ...
તાલ તૂટે તો એ જ પાળેથી ઝંપલાવતી યુવાની ...

ફરે હાથમાં નાખી હાથ ને વિશ્ર્વાસ બે આનાનો ...
લાલ લુગડું જોયું કે તરત આંખ ભટકાવતી યુવાની ..

મારે સીટી ને જો ઉતરી જાય સેંડલ ...
તરત બહેન કહી સંબંધ બદલાવતી યુવાની ...

      ઘરમાં હાંડલી કરે કુસ્તી ,
જાહોજલાલીમાં એકટીવા ને ધક્કો મરાવતી યુવાની ...

 વળાંકમાં વળે ,ઢાળમાં ઢળે ને ચડાવમાં પડે ...
ખુમારી કેવી ? લાફાએ ગાલ લાલ રખાવતી યુવાની ...

બનશે ક્યાંથી ઇતિહાસ હવે જગતમાં ,
આવી ને આવી પ્રેમ કહાની લખાવતી યુવાની ...

Gujarati Quotes by jagrut Patel pij : 111025233
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now