ભગવાન સામે ફરીયાદ......
હું તો સીદી સાદી હતીને...... તારા ભજન તારી સાથે વાતો કરવી.... તારી સેવા કરવી આજ મારી દુનિયા હતી બાકી જુવાનીમાં તારા માટે કોને ટાઈમ હોય છે આટલો..... હું બહુ જ ખુશ હતી તારી સાથે.... ના કોઈ ફરીયાદ ના કોઈ આશા.... મેં તો નિર્ણય લીધેલો કે લગ્ન નઈ કરુ કેમકે બીજા કોઈને મારુ વર્તન ના પણ ગમે તારાથી અલગ કરે તો હું રહી જ ના શકુ.......મને હજીએ યાદ છે.... પહેલીવાર તારી મૂર્તિ લેવા મેં જીદ કરેલી મમ્મીએ નહોતી લઈ આપી.....ખાધા પીધા વગર જીદ પર બેઠેલી.... પછી તારા ઘરમાં આવ્યાનો આનંદ જ મારા માટે ખાસ બની ગયો.......તારોને મારો પ્રેમ દિવસે દિવસે વધતો જ હતો બપોર હોય કે સાંજ તારી પાસે કલાકો વિતાવવા બસ..... એ જ મારુ કામ....
સમય બદલાયો..... મારા પોતાના એ એટલો મોટો ખેલ ખેલ્યો...એ લોકો સફળ રહ્યા.... ના સબૂત મળ્યા ના ઘટનાના અવશેષો......ગુનેગાર હું બની એ પણ કંઈ પણ કર્યા વિના....આજે પણ..... એ સજા એક એક પલ ભોગવું છું.......તને ફક્ત એક જ વાત પૂછવી હતી ..... તું..તો ભગવાન હતો ને બધુ જોતો તો... .....મેં આજ સુધી તારી પાસે કંઈ જ નહોતું માગ્યું.......આજે ફક્ત એક જવાબ માગું છું........ મારી જોડે અન્યાય થતો હતો ત્યારે તું ક્યાં હતો... ? ભક્ત ને નારાજ થવાનો પૂરો હક્ક છે...... તારી રાહ જોવું છુ તું મનાવા ક્યારે આવે છે.....ફરી તારી મૂર્તિને વળગી મન ભરી રડવું છે..... ફરી તારામાં ખોવાવું છે...... તું આવીશ ને રાહ જોઈશ હું...........