પ્રેમ કરશો??
'તમે ગમી ગયા છો! મને પ્રેમ કરશો?'
'યાર, કેવી વાત કરે છે! તારામાં પ્રેમ કરવા જેવું છે શુ?'
'કેમ? પ્રેમ કરવા શું જોઈએ, વળી?'
'સુંદરતા, આકર્ષક દેખાવ, અવનવી સ્ટાઈલ, બોડી, ફિગર અને જીગર, પ્યારમાં પાડવાની કળા વગેરે. બોલ આમાથી તારી પાસે કશુંય છે?'
' ના, એ બધું નથી. પરંતું પ્યારને જેની જરૂર છે એ તત્વ મારી પાસે છે.'
'શું?'
'મુશળધાર લાગણી!'
©અશ્ક રેશમિયા