ક્યાં સુધી???
આમ મુજથી ચહેરો છુપાવશો ક્યાં સુધી?
દિલને મારા આમ ઈંતજાર કરાવશો ક્યાં સુધી?
તારા જુલ્ફોની ખુશ્બુ આવે છે છેક મારા ઘર સુધી!
આમ છાના માના દિલને રડાવશો ક્યાં સુધી?
હવે તો લાગણીના વાદળ વરસાવી જ દો;
આમ ચાતકની માફક તડપાવશો ક્યાં સુધી?
એક તારો જ અભાવ છે સુના સુના હૈયામાં!
આમ વિરહની આગમાં સળગાવશો ક્યાં સુધી?
ટેવ છે મારી વેરાન આંખોને તારા દીદારની જ!
આમ રડતા હૈયાને હીબકાવશો ક્યાં સુધી?
તારા સુધીની જ છે યાત્રા સવારથી સાંજ સુધી,
આવી જાઓ હવે! ચરણોને દોડાવશો ક્યાં સુધી?
અંધારા પાછળ અજવાળું કેવું આવે છે દોડતું!
તમારા વિના દિનમાં રાત ગુજારાવશો ક્યાં સુધી?