આયનો
ક્યારેક તો બતાવ
હું છું એ?
શોધ્યા પછી પણ
ન જડું એ?
મારા સ્મિત પાછળ
કારણ શોધ્યું તેં?
મને આનંદ જ ગમે
ખબર છે તને?
મારી આંખનું આંસુ તો
ઉદાસી, ગમગીની, નિરાશા
નો બફારો
હદબહાર થઈ જાય
ત્યારે વળી જતી વરાળનું
પાણી છે!
હું દુઃખ સમાવી લઉં એટલું
સુખ નથી સમાવી શકતી!
અને હું વ્યવસ્થિત તૈયાર થઈ
મારા જીવતરની કમીને
દૂર કરવા માથું છું!
ક્યારેક તો મારા રૂપ
અને શ્રૃંગારથી પર
છે એવું ઘણું છે
એ બતાવ!
આયનો હળવેથી બોલ્યો;
'મારું ઊંડાણ હજૂ ઓછું પડે છે,
તને ન્યાય આપવા માટે!'
©અર્ચિતા દીપક પંડ્યા