માણસને મળવાની ખેવનાથી
હું માણસ બનીને ઘૂમ્યો...
અહમ્ નાં આંજણ દીઠાં,
ને દીઠાં પરવશતાના પ્લાસ્ટર!
સ્વાર્થના સળિયા નાખ્યા'તા
બનાવ્યા'તા રઢતાના મજબૂત અસ્તર!
લાલચના અલંકાર એનાં
વૃત્તિના ઢોળ ચડાવેલા
પથ્થરના દિલે ન મૂકાય નસ્તર!
પથ્થર પથ્થર ચણાઈ બન્યો,
લાગણી દબાવી દબાવી બન્યો,
રહ્યો ક્યાં માણસમાં માણસ!
એને નથી રહ્યા કોઈ શાસ્તર!
માણસ હવે ક્યાં શોધે છે માણસ?
©Archayit