==#== મન એટલે શું???==#==
ભગવાન બુદ્ધના લખાણોમાં પણ જણાવેલું છે કે આપણું શરીર છે તે ગેસ્ટ હાઉસ છે જ્યારે આપણું મન તેમાં ગેસ્ટ તરીકે અમુક વખત સુધી રહે છે. જ્યારે મૃત્યુ થાય ત્યારે જેમ તે ગેસ્ટ બીજા ગેસ્ટ હાઉસમાં રહેવા જાય તેવી રીતે તમારું મન બીજા શરીરમાં રહેવા જાય છે. જો મન તે મગજ ના ગણાય અથવા તો શરીરનો કોઈ બીજો ભાગ ના ગણાય તો મન શું છે? તે ફક્ત વસ્તુઓને અને વાતોને સમજવાનું માધ્યમ છે.
==#== મનની અગત્યતા ==#==
૧. તમારા મનની શાંત અવસ્થા અને અશાંતિ અને ખળભળાટવાળી સ્થિતિ માટે મન જવાબદાર નથી પણ તમારામાં રહેલા ગુસ્સો, અદેખાઈ, ન મળેલી વસ્તુઓની અપેક્ષા જેને ખોટી ઝંખના કહેવાય તે જવાબદાર છે. તમે એમ માનો છો કે તમારા મનની ખરાબ ન ઇચ્છવા યોગ્ય અવસ્થા તે મન અને વિચારોને કારણે છે તો તે યોગ્ય નથી. મૂળ કારણ છે તમારી ખોટી ઝંખના અને સંતોષનો અભાવ.
૨. બીજી વાત પણ સમજી લો કે જેમ તમારી આજુબાજુના વાતાવરણમાં (હવામાં) લાખો બેક્ટેરીઆ, વાયરસ, ફન્ગસ અને એલર્જી કરનારા તત્ત્વો શરીરમાં દાખલ થઈને તમને પરેશાન કરે છે, તેવી જ રીતે તમારા કુટુંબીજનો, આડોશપાડોશી, સગાસબંધી અને મિત્રો તરફથી રોજેરોજના વાણી-વર્તન અને વ્યવહારથી તમારું મન ડહોળાઈ જાય છે. મનમાં તોફાન થઈ જાય છે એવું તમને લાગે છે. તમે દુખી થઈ જાઓ છો તેમ તમને લાગે છે આનું કારણ તમારું મન નથી પણ આવી બધી વાતો, પ્રસંગો, અનુભવને તમે કઈ રીતે લો છો તેની પર આધાર રાખે છે. આ વાત કાયમ સમજી લેશો કે મનને સમજવું મુશ્કેલ નથી. મનને ચોખ્ખુ રાખો. જેમ બુલેટપ્રુફ જાકીટ પહેર્યું હોય તો તમને બંદૂકની ગોળીથી અસર ના થાય તેવી રીતે તમારા મનને ૧. પૂર્વ ગ્રહોથી મુક્ત રાખો. ૨. તમારા મનમાંથી ભૂતકાળની ભયાનક યાદોને ભૂસી નાખો.
=#= મનને કાબુમાં કેવી રીતે રાખશો? =#=
તમે કોઈ વખતે અનુભવ કર્યો હશે કે તમે કોઈ કામ કરતા હો ત્યારે તમારું મન (વિચારો) બીજે ફરતું હોય એટલે તમારું કામ બગડે કાં તો પૂરું ના થાય. આને બેધ્યાન પણું કહેવાય. આપણે વર્તમાનમાં રહેતા નથી અને જ્ઞાનેન્દ્રિયોનો સાચો ઉપયોગ કરતા નથી આ મુખ્ય કારણ છે. સંશોધકો એમ કહે છે કે આ જગતના સૌ કોઈ પાવરફૂલ મન (માઈન્ડ) સાથે જન્મ્યા છે એટલે આપણું મન જ આપણને ઉચ્ચ સ્થિતિ મેળવવા કે ઉંડે ઉંડે ફેંકી દેવા સક્ષમ છે. તમે તમારા મનને તમારો સાચો અને ઉત્તમ મિત્ર બનાવી દો તો તે તમારા કાબુમાં રહે છે. પણ જો દુશ્મન બનાવશો તો તમારા રોજીંદા દરેક વર્તનમાં તમારું કહ્યું નહી માને. તમારે આ વાત ધ્યાનમાં રાખવાની છે. મનને કાબુમાં રાખનારી વસ્તુ તમારી કોમનસેન્સ (સામાન્ય બુદ્ધિ) છે.
પહેલું પગલું -- તમારા જીવનનો પ્લાન નક્કી કરો,તમે કેવી જિંદગી જીવવા માગો છો તે નક્કી કરો. જીવન એ ફૂલોનો બગીચો નથી. જીવનમાં ફૂલોની સાથે કાંટા પણ હોય. સરળ રસ્તો પણ નથી. ખાડાટેકરા પણ હોય. એક બીજાની સાથે સંબંધ હોય તેવા તમારી નોકરી કે ધંધો, તમારું કુટુંબ જીવન અને સામાજિક પ્રશ્નો, તમારી કે કુટુંબના સભ્યોની કાયમની કે થોડા સમયની બિમારી, કુટુંબના સભ્યોનો એક બીજા સાથે વિચારભેદ આવા અનેક પ્રોબ્લેમ હોય ત્યારે તમે પાછા પડી જાઓ, ઊંઘ ના આવે. લાગણીવશતા પણ તમને પરેશાન કરે. આવે વખતે તમારી કોમનસેન્સ તમને મદદ કરશે.
૨. બીજુ પગલું -- તમારા પ્લાનીંગમાં વિરોધ આવે તેવું થાય ત્યારે પણ તમારું પ્લાનીંગ ચાલુ રાખો. ભવિષ્યની ખોટી ચિંતા કે બીક તમને ગુસ્સે કરશે પણ તે વખતે જે શક્ય હોય તે બધુ 'પરમેશ્વરની મરજી' એમ કહીને સ્વીકારીને જો તમારે બીપી, હાર્ટ એટેક, ડાયાબીટીસથી બચવું હોય તો તમે આવી પડેલી પરિસ્થિતિથી ગભરાશો નહીં. કાર્ય અને પ્લાન ચાલુ રાખો.
૩. ત્રીજું પગલું -- મન અને શરીરને રીલેક્ષ કરો,જ્યારે જ્યારે તમને ગુસ્સો આવે જે તમારા કામની કોઈ નિષ્ફળતાથી હોય, ત્યારે ગભરાશો નહીં. નિરાશ ના થશો. 'મને જ આવું કેમ થયું' એવી વિચાર સુધ્ધા ન કરતા. પથારીમાં સુઈ જાઓ. આખા શરીરના ટેન્શ થયેલા સ્નાયુને વારાફરથી માથાના, ગળાના, ખભાના, છાતી અને પેટના અને હાથ અને પગના સ્નાયુને ધીરે ધીરે શિથીલ (રીલેક્ષ) કરો. જો સ્નાયુ ટેન્શ થશે તો તમારો ગુસ્સો વધશે અને નિરાશા વધશે.
તમારી જાતમાં અતુટ વિશ્વાસ રાખશો, પરમેશ્વરે તમને એકલાને આ જગતમાં હરવા ફરવા અને મઝા કરવા મોકલ્યા નથી. મુશ્કેલીઓ, હતાશા, નિરાશા અનેક વખતે આવવાના. આ વખતે તમારી જાતમાં અતુટ વિશ્વાસ રાખી આ બધાનો સામનો કરશો. મારાથી આ વસ્તુ થશે જ એવો દૃઢ વિશ્વાસ રાખશો.સુંદર સંગીત સાંભળો, સરસ જગાઓ જુઓ, તમારી જ્ઞાનેન્દ્રિયોને પ્રસન્ન રાખો. કાનથી સુમધુર સંગીત, પક્ષીઓના કલરવ સાંભળો ફરવા નીકળી પડો. આંખને ગમે તેવા આકાશના રંગો જુઓ. જેને મળવાથી આનંદ આવતો હોય તેમને મળો. પ્રેમથી ભેટો. ગમતી વસ્તુ તે ફળ હોય. મિઠાઈ હોય કે આઈસ્ક્રીમ હોય બધાનો સ્વાદ લઈને આનંદ અનુભવો.
ટૂંકમાં કહું તો મારા મહાદેવની જેમ મસ્ત રહેવાનું...
જય ભોળાનાથ....હર હર મહાદેવ...હર...