હૃદયથી ઑફ્લાઇન રહેતા મિત્રો આજે ઓનલાઈન થયા,
ફેસબુક ના માધ્યમથી આજે ફેસ ટૂ ફેસ થયા,
ઓઉટડેટ થયેલા માનવી અપડેટ થયા,
મેમરી શેર કરી સંસ્મરણો વાગોળતા થયા,
Cheating કરતા લોકો chatting કરતા થયા,
સુવિચારો અપડૅટ કરી આજે દુનયાદારી સમજાવતા થયા,
ડિલિટ થયેલા સબંધો રિકવર થયા,
ફોટાઓ અપલોડ કરી આજે મિત્રતા દેખાડતા થયા,
ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી માનવી - માનવી થી કનેક્ટ થયા,
ફીલિંગ્સ ડાવઉન્લોડ થઇ ને મતભેદ અનફ્રેન્ડ થયા,
હૃદયથી ઑફ્લાઇન રહેતા મિત્રો આજે ઓનલાઈન થયા.
~કેવલ વિઠ્ઠલાણી (સનવાવ)