વિચારું છુ એક મનગમતા પ્રવાસે નીકળી જાવ
શરમના સંગાથ સાથે અને મોહોબતના માર્ગ પર શુ તુ મારી સાથે આવીસ?
વિનય સાથે વિશ્રામ કરી તારી રાહ જોતો હું, બે પળ આવીને તો જો તુ
હું થાકીશ તો અલ્પ વિરામ કરશુ, તુ થાકીશ તો પ્રેમ અપાર કરશુ
તરસમા પિશુ એકબીજાના અહેસાસ. અને ભૂખ મા તારા પ્રેમની મિજબાની ખાસ.
ઠંડીમાં હૂંફ મળશે આલિંગન થકી, વરસાદમા છત મને મંજુર નથી.
ગરમીમાં તુ વૃક્ષ નીચે ને હું તારા પાંપણો ની પાળ નીચે વિશ્રામ કરીશ. પણ શુ તુ મારી સાથે આવીસ?
વિચારું છુ એક મનગમતા પ્રવાસે નીકળી જાવ.
~કેવલ વિઠ્ઠલાણી (સનવાવ)