જીવનનું નાટક
આજે 'જીવન' નામના નાટક માં મારે રંગલાનું પાત્ર ભજવવાનું હતું. જેમાં મારે બધા ધર્મોના આવરણ પહેરવાના હતા. બધા ધર્મોના આવરણોને કારણે મને ગૂંગળામણ થઇ રહી હતી, એટલે ઈન્ટરવલ સમયે મેં ચૅજિંગ રૂમમાં જઇને બધા આવરણો કાઢી નાખ્યા. ત્યાંજ પાછળ થી ડાયરેક્ટરે આવીને કહ્યું ' કેમ રંગલા માંથી માણસ થઇ ગયો? આવરણો પહેરીલે પાછા નાટક હજી બાકી છે ...'