ક્યાં છે....!!!!
જેટલી આંગળીઓ ચિંધાય છે મને તેની દુવા ખુદા કબુલ કરે
કારણ, તેણે બક્ષેલી રહેમત માં મારે કોઈ ફરિયાદ ક્યાં છે.......
માન્યું કે સ્વભાવે ઘણો ગરમ ને થોડો નરમ મિજાજી છું
પણ, આ શોખ, આ આદત ને બદલવાની જરૂર ક્યાં છે.....
નહિ જડું હું, હું મોહરો પહેરીને ઉભેલો એક મશ્કરો છું
મારું ઊંડાણ શોધવાની તમારે જરૂર ક્યાં છે .....
જન્મ થી જ મોટાં તુફાનો સાથે ટક્કરો લેતો આવ્યો છું
ભલે, આવતી કોઈ મોટી ઓટ મારે ફિકર ક્યાં છે......