મન બની ગયું, મનની રાણી, મીરાં,
ને વિચારધારા સમૂળગી રાધા!
હવે હૈયા ના ઓરતાં એવા, હરિ,
અંતરનાં ઓરડે એકવાર આવો!
ગોકુળ નામે ઓચ્છવ આ તનમાં લાવો,
બંસીના સૂરે ઘેલી થતી ધેનુની
ગળે વાગતી ઘંટડીઓ,
ને હરખઘેલી ગોપીની ઢળતી ચુંદડીઓ,
આવેગ એવા જ મારા મન ધરે,
તમે વૃંદાવન નામે તહેવાર ઊજવો...
અંતરના ઓરડે હવે એકવાર આવો ...
મેવાડ નામે મોહમાયા છોડી દઉં છું,
કટુ વેણ નો કડવો ઘૂંટડો જાણે
રાણોજીનો ઝેરનો પ્યાલો ગળી જઉં છું
તારી મૂરત સ્થાપું હૈયે,
છેડું આર્તનાદનો એકતારો
હવે વિનવું છું, હરિ!
અંતરના ઓરડે હવે એકવાર આવો!...
©Archayit