#100WORDSSTORY એક સંધ્યાની ઉષા
પુત્રી જન્મના ખબર મળતાં જ દિનકરભાઇએ હોસ્પિટલમાં કહેવડાવ્યું કે સાવિત્રી માટે હવે ઘરનાં દરવાજાં બંધ છે. પુત્રને જન્મ આપ્યો હોત તો ખુદ લેવાં આવત.
ઢીંગલી જેવી દીકરીને જોઈ ગુસ્સો શાંત થશે એમ વિચારી મળવા ગયાં ત્યારે ખબર પડી કે દિનકરભાઈ શહેરમાં નથી. શોધખોળ એળે ગયી.
વરસો બાદ.....
મા ની મરણોત્તર ક્રિયા પતાવી બંને દિકરાઓ દિનકરભાઇને વૃદ્ધાશ્રમમાં મૂકી લંડન માટે રવાના થયાં. મધરાતે તબિયત બગડતાં ડોક્ટર સંધ્યાને બોલાવવામાં આવી. રાત્રિ સમયે સાવિત્રીબેન દીકરી સાથે રહેતાં. દિનકરભાઇએ આંખ ખોલી ત્યારે સામે સાવિત્રીબેન ઉભાં હતાં. બંનેના આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.
સંધ્યાએ કહયું – “મા..સવાર થઇ... ચાલો બાપુજીને ઘરે લઇ જઈએ.”