તું જાય છે મને છોડી ને...
તને રોકવાની અસમર્થતા દર્શાવી છે...
તું જાય છે મને મુકી ને....
તને પામવાની સાથૅતકતા દશૉવી છે....
વાત જણાવી આખા ગામને ઢોલ વગાડી ને...
મારા થી છૂપાવી અળખામણી બનાવી છે....
મળવાનું તો દૂરની વાત છે...
જોવાથી પણ વંચિત રાખી છે....
કદાચ આ અંતર સમજાવે તને મારી કિંમત....
એટલી જ મનની સિધ્ધિ છે.....