રોજ પોતાને બંધન માંથી મુક્ત કરતી
રોજ પોતાને નવા બંધન માં બાંધતી
ક્યારેક સમાજ ના બંધન ,
ક્યારેક પોતાના લોકો ના બંધન,
ક્યારેક સ્વાથૅ ના બંધન
ક્યારેક લાગણી ના બંધન
રોજ મુક્ત આકાશ ની ઝંખના કરતી
રોજ પોતાની ઝંખના ને કચડતી
રોજ પોતાને બંધન માંથી મુક્ત કરતી
રોજ પોતાને નવા બંધન માં બાંધતી