'' જિંદગી એટલે ''
વ્યથા અને ખુશીનો અનેરો અવસર ,
દીઘૅ નિંદ્રા થી પણ લાંબુ સ્વપ્ન ...
ઉતીણૅ થવામાં કઠિન એવું પ્રશ્ર્ન પત્ર ,
ઉકેલ શોધતા પહેલા પૂરો
થઈ જતો એક કોયડો...
કાચી ,ભીની માટી પર મહેલ
બાંધી રહેવાની અભિપ્સા ...
બારણાની તડમાંથી હળવેથી
પસાર થઇ ગયેલી એક સુગંધ ...
આખી દુનિયા સાથેનો લગાવ ,ને
તોય એક જણ નો અભાવ...