ચાલને અમથું અમથું જરા ચાહી લઈએ ,
કરી યાદ બચપન ને ,' અમથું અમથું '
થોડું કિટ્ટા-બુચ્ચા કરી લઈએ ...
આવે યાદ જો પપ્પા ના ધોલ ધપાટ ની ,
ચાલ ને ' અમથો અમથો ' તાણીએ ભેંકડો ...
ને મળે જો દાદીનો પાલવ કરી
ફરિયાદ પપ્પાની ,વહાલ એમનું
લૂંટી લઈએ ...
કાશ પાછા થવાતું હોત નાના...