બહુ ઉંચી નથી અપેક્ષાઓ મારી ...
રહેવાને તારા દિલ જેવું ઘર મળે ,તો પણ ચાલે...
સૂરજ ચંદ્ર ના સપનાઓ નથી મારા ,
થોડા દીપકોથી અંધકાર તડે ,તો પણ ચાલે...
અંતરોથી જીવન નથી મહેકાવવુ મારે ,
થોડા ઘણા ફૂલોની સુગંધ ભળે ,તો પણ ચાલે...
દુનિયા નો પ્રેમ નથી જોઈતો મારે ,
એક બસ તું મારા પ્રેમ માં પડે ,તો પણ ચાલે...
હશે જીવનમાં મેળવવા જેવું ઘણું ,
પણ મને તો ફક્ત તું મળે, તો પણ ચાલે...