જા હવે તું આજથી આઝાદ મન ,
રાખ એને યા કરી દે બાદ મન ..
ના રહે કાંઠે કે ના ડૂબી જતું ,
માત્ર માણે સહેલ ને વરસાદ મન ..
થાય મોડું તોય ચીલા ચીતરે ,
હાથ માંગે કે ના કરે સાદ મન ..
લાલ ,લીલો હોય કે ગેરુ કે સફેદ ,
સપ્ત રંગે સાધતુ સંવાદ મન ..
આગ સાથે રહી '' બરફતા '' સાચવે ,
એટલે સાબિત થયું અપવાદ મન...