Gujarati Quote in Quotes by jagrut Patel pij

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

                        '' દોસ્તી ''
એક વાર મારું ' Home Work ' તે કરી આપ્યું તું ,
નોટબુક ના એ પાનાને મેં વાળીને રાખ્યું તું ,
            હાંસિયામાં જે દોરેલા ,
            એવા સપનાઓના ઘર હશે .
                    '' દોસ્ત ''
            મારી નોટબુકમાં આજે પણ
             તારા ' અક્ષર '  હશે ..

      મારી સાથે બોલે છે ને ?
એમ પૂછીને પણ એકબીજા સાથે બોલતા ...
રીસેસ માંં ફકત લંચબોક્સ નહિ ,
આપણે લાગણીઓના ઢાંકણા પણ ખોલતાં ,

     કિટા કયૉ પછી ફરી પાછા બોલી જતાં ,
             એમ ફરી એક વાર બોલીએ ,
                    ચાલ ને યાર ,
              એક જૂની ' નોટબુક ' ખોલીએ ..
   
                   ચાલુ ક્લાસે ,
એકબીજાની સામે જોઈ હસતાં'તા ,
કોઈપણ જાતના ' Agreement ' વગર ,
આપણે એકબીજા માં વસતા'તા ...

      એકપણ પ્રશ્ર્ન પૂછ્યા વગર જ્યાં ,
      આપણા આંસુઓ કોઈ લૂછતું 'તુ ,
              ખાનગી વાત કરવા માટે ,
              સાવ નજીક આવી ,
     એકબીજા ના કાનમાં કશુંક કહેતા'તા
              હવે બધું જ ખાનગી છે ,
              પણ , કોની સાથે ' શેર ' કરું ?
              નજીકમાં કોઈ કાન નથી ..
                        ' દોસ્ત ' , 
             તું કયા દેશમાં છે ?
             કયા શહેરમાં છે ?
             મનેે તો એનું પણ ભાન નથી ...

' બાક્સ 'ના ખોખાને દોરી બાંધીને ,
           ' ટેલિફોન ' માં બોલતા ,
             એમ ફરી વાર બોલીએ ,
                     ચાલનેે  ' દોસ્ત ' ,
             એક જૂની 'નોટબુક' ખોલીએ ...
 
      મારાં ખોવાયેેેલા ' દોસ્ત ' માટે ,
      ચાલને ફરી વાર ,
      સ્કૂલમાં આંટો  મારીએ ....

             

              


       

Gujarati Quotes by jagrut Patel pij : 111021510
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now