કોશિશ તો ઘણી કરી મે જવાની દુર,
પણ ના જઈ શક્યો હું તારા થી દુર.
ફરી પાછો આવ્યો છું હું એજ બજારમાં,
જ્યાં ઝરૂખે બેઠી તને હું નીરખતો સાથી.
ક્યાંય ન મળી રાહત મારા દિલ ને સાથી,
જે સંતોષ મને મળતો તને નીરખી ને મને.
આખી દુનિયા ફરીને આવ્યો પાછો પાસે તારી,
એજ ઝરૂખા તણી જ્યાં તને નીરખતો હતો.